Friday, November 24, 2006

આજે એક વર્ષ પુરું થયું...

તમે કોઇ દિવસ એમ નથી પૂછ્યું ,
કે તું ક્યાં કામ કરે છે? મજા આવે છે?
બસ મારા ખાવાનાની અને તબિયતની જ તમને ચિંતા રહે છે...
અને મારું ભણવાનું કેમ ચાલે છે?

આજે તમે મને ચાર-પાંચ લાઇનમાં
e mail કરતાં થયા છો,
મારી જોડે chat કરતાં થયા છો,
વેબ કેમેરામાં તમે મને અડક્યો છે !

બા પણ હવે ઘણું બધું જાણતી થઇ ગઇ છે, નહીં?
વેબ-કેમેરાની નહીં , પણ તમે મારી સામે બેઠાં છો.

દિવસો જતા રહ્યાં એક પછી એક,
તમારા હાથે લખેલા માંડ બે પત્રો..
હવે જૂના થતાં જાય છે..

મારા In Box માં ભેગા કરેલાં તમારાં mails ,
વારેઘડીએ વાંચીને ખુશ થાઉં છું,
તમારા English માં લખેલા ગુજરાતી e mail
મને ગમે છે, બહુ જ ગમે છે !

મમ્મીની લાગણીઓ , વેબ કેમેરાને એ અડે છે
ત્યારે અનુભવું છું,
પપ્પાની ચિંતાની રેખાઓ મારા computer screen
ઉપર વધારે સ્પષ્ટ દેખાઇ રહી છે,
બાનાં વધતાં નંબર, મને ધ્યાનથી જોવાનાં પ્રયત્નો....
બધું જ તો અનુભવું છું !

Internet Connection આજે વારેઘડીએ તુટી જાય છે,
પપ્પા તમે કાલે આવજો.... કહીને હું જતો રહું છું..
મને ખબર છે, તમે આખી રાત અને કાલનો
આખો દિવસ , મને મળવાના વિચારે બેચેન રહ્યા હશો.

સાંજે ઓફિસેથી વહેલા આવીને કર્યું ને..
ખબર પડી.. hotmail ની msn service બંધ છે.
એક કલાકે તમે Log-In થયા હશો,
એ મહેનત, એ ધીરજ , તમને આ ઉંમરે,
બહું આકરી લાગતી હશે...

મમ્મી, હું જોઇ શકું છું ..
મારા "Offline - Status" સામે કેટલીયવાર
તું તાકીને બેઠી હોઇશ, અમુકવાર...
મારી જોડે કરેલી વાતો, મારો ચહેરો..
બધું જ તો સ્પષ્ટ દેખાતું હશે..

તને થશે આ કાંઇ નવું નથી,
હું Tution થી કે College થી મોડો આવતો 'તો
ત્યારે તું આજ રીતે Balcony માં ઊભી રાહ જોતી'તી ..
કશું જ તો નથી બદલાયું..!આજે પણ રાહ જોવડાવું છું ! હેં...ને?

તું ભલે મારા ફકરાના જવાબમાં,
ફક્ત બે શબ્દો Type કરે...
હું સમજી જાઉં છું... તે શું લખ્યું હશે?

હાસ્તો... એ જ કે ...
' ખાવા-પીવામાં ધ્યાન રાખજે... ! '
હું હવે બધું જ તો સમજું છું ,
તેં જ , વગર બોલે , મને સમજવાની આદત પાડી દીધી છે !

હું Bore થાઉં છું, ગુસ્સે થાઉં છું , તમારા ધીમા Reply થી,
જુદા જુદા Icon ફેંકુ છું , પણ તમે હજી સુધી ..
એક જ Icon જવાબમાં આપ્યું છે , ' Love ' નું !


મારા માઇક પરનાં અવાજને સાંભળવા,
Speakersનાં Volume full કરી દો છો, હું'ય...
એક-એક વાક્યે, તમને અજીબ - અજીબ સંભળાતાં
અવાજોમાંથી અર્થ કાઢવાનાં કોયડાઓ આપે રાખું છું.....
પણ તો'ય તમારા બંને નો ,
સમજવાનો અર્થ એક જ હોય છે.. !

તમે ભગવાનની જેમ, Hotmail Account પાસે કદાચ પ્રાર્થના કરતા હશો...
કે તમે બે કલાકે માંડ કરેલા ચાર લાઇનનાં જવાબમાં ,
હું શું લખીશ ? આવું લખીશ? કેવું લખીશ?!
એની ચર્ચા થતી સાંભળી શકું છું !

અને હા, તમારાં બે વચ્ચે,
મૂઢ મારી ગયેલો બા નો ચહેરો..હું સ્પષ્ટ જોઇ શકું છું !

મારા Reply દિવસે - દિવસે નાના થતાં જાય છે,
કેમ છો? ..મઝામાં છું ! ...હવે એનાથી આગળ નથી સૂઝતું...નથી લખાતું...

"Take Care"નો ધૂંધળો શબ્દ Type કરીને,
હું 'Send' ના button ઉપર,
એક નિરસ 'Click' પડતું મૂકું છું...

આજે મારા In- Boxમાં એક mail આવ્યો,
અચાનક મને ખબર પડી, આજે એક વર્ષ પુરું થયું મને India છોડે !
એ પણ તમારો જ'સ્તો હતો..

હા, મમ્મી-પપ્પા , ખરેખર લાગે છે,
મને એક વર્ષ પુરું થયું India છોડે.. !

22 comments:

Anonymous said...

bahuj saras ane bhavavahi
dhanya chhe te mabaap ane dikarane

Anonymous said...

bahu ja saras
tene mari site upar lau chhu
www.gujaratisahityasarita.wordpress.com

Anonymous said...

Nice poem. Keep it up.

Parth said...

અત્યંત સુંદર. વાંચીને ભાવવિભોર થઇ જવાયુ. ખૂબ જ લાગણીમય કવિતા બદલ આભાર.

Parth said...

જ્યારે પણ કોઇ ગુજરાતીનો ચાહક જોઉં છુ ત્યારે મને ખૂબ જ આનંદ મળે છે. અત્યારે ગુજરાતી ભાષા માટે ખૂબ જ કપરો સમય ચાલી રહ્યો છે. ચારે બાજુ અંગ્રેજીની બોલબાલા છે અને ગુજરાતી ભાષા ધીમે ધીમે ભુલાતી જાય છે. સાંભળવામાં આવ્યુ છે કે આપણી પોતાની સ્કૂલ પણ પાંચ વર્ષની અંદર ગુજરાતી માધ્યમ બંધ કરવાનું વિચારી રહી છે. જાણીને ખૂબ દુઃખ થાય છે પણ વાસ્તવિકતા સ્વીકાર્યે જ છુટકો! આવા સમયે જ્યારે તમારા જેવો ગુજરાતીનો ચાહક જોઉં છુ ત્યારે મનને થોડી શાંતિ મળે છે કે, ના ગુજરાતી ભાષા મરી નથી, હજુ જીવે છે, તમારા જેવા શોખીનોના હ્ર્દયમાં અને એ જીવતી રહેશે એ આશા અમર છે. તમારા કાવ્ય વાંચીને એક અનેરો આનંદ પ્રાપ્ત થયો. બસ આવી રીતે જ લખતા રહો, ગુજરાતી સાહિત્યને સમ્રુદ્ધ બનાવતા રહો અને વાચકોને સાહિત્યરસમાં તરબોળ કરતા રહો એ જ અભ્યર્થના સાથે વિદાય લઉ છુ.

Anonymous said...

વેદના વ્યથા મુંજવણ ને શબ્દોમાં સરસ વણી.
અભિનંદન.

વિવેક said...

સુંદર મજાનું કાવ્ય... અભિનંદન...

Anonymous said...

Very nice creation Mehul!

keep it up!

Unknown said...

Gana lamba samay pachhi akhre...anradhar varsi padyo mehulo...

Anonymous said...

મેહુલ.. હું પણ student visa પર અમેરિકા આવી હતી, અને 4 દિવસ પછી એ વાતને 2 વર્ષ પૂરા થવાના...
તારી આ કવિતામાં મને ઘણી જગ્યાએ મારી જિંદગીનું એક્શન રિપ્લે દેખાય છે.
ઘરને અને મમ્મી પપ્પાને યાદ કરીને આવતા આંસુ એમ તો ઘણા ઓછા થઇ ગયા છે હવે.. પરંતુ આજે તારી આ કવિતા વાંચીને આંખ ભીની થઇ ગઇ.

Anonymous said...

ખુબ જ સુંદર કવિતા. મને પણ મારુ ઘર અને માતા પિતા ને છોડયે બે વષૉ વિતી ગયા. તમારી કવિતા વાંચીને મારી આંખો ભીની થઈ ગઈ. તમે જાણે કે મારી પોતાની લાગણીને શબ્દ આપ્યા.
તમારો ખુબ ખુબ આભાર.
અમી

Ritesh said...

હું પણ જર્મની માં એક વરસથી રહુ છુ(જ્યારે કોમેન્ટ લખુ છુ ત્યારે)..
હલાવી નાખ્યો તમે મને.... ખુબ જ સરસ...આભાર અને અભિનંદન...

Anonymous said...

oh.......exellent......mabap thodu dur toye amdava pardesh lagi gayu really raday sparshi chitran

BHATIGAL said...

apna koi jadi chamdi vala rajakarani ne aa kavya vanchavavu joie,
pachhi joie ke
tenama koi parivartan thay chhe ?

Ramnik Busa said...

I came accross your other blog and downloaded two/three Gujarati Songs. I felt like owing something to you for doing so nice a job (of making Guj. Music available) that I surfed the links - including your blog and read the poems.

I am touched.

Anonymous said...

simply superb
bas lagnione vheti kari didhi
no words............

Anonymous said...

Very nice way you expressed your thoughts and feelings, but when I read I felt it is mine also - yes, It made me cried also, it might be all of us feelings who are away from home.
Thanks and my Best wishes keep it up.

Purvi said...

ખુબ જ સુંદર, એક એક શબ્દ અને વાક્ય જે મેં અનુભવ્યુ એને વાચા આપે છે, મને શબ્દ મળ્યા હોત તો હું પણ કંઈ આવું જ લખત..

Yatin Detroja said...

hi,
like your thoughts,
but you can make it more beautiful if u just put it into rime.

Unknown said...

really very touching

Unknown said...

બહુ જ સરસ. .સાચું છે કે ગુજરાતીઓ માયાળુ અને પ્રેમાળો હોય છે.માબાપને ભુલશો નહીં.. એની સચોટ પ્રસ્તુતી..

Unknown said...

બહુ જ સરસ. .સાચું છે કે ગુજરાતીઓ માયાળુ અને પ્રેમાળો હોય છે.માબાપને ભુલશો નહીં.. એની સચોટ પ્રસ્તુતી..