Thursday, November 30, 2006

વાર કેટલી ?

ખોટી મથામણ કરી રહ્યો છે એ
દિલના અંગારા બુઝાવવા
બાકી એક ફૂંક મારી ..
ભડકો કરતાં વાર કેટલી ?

ઘણાં સમય પછી માંડ શાંત રહ્યું છે આ પાણી
બાકી આ રહ્યો કાંકરો હાથમાં
વમળો પેદા કરતાં વાર કેટલી?

તણખલું પકડી વર્ષોથી બચવા ફાંફાં મારે છે
બાકી દરિયો તો બહું ઊંડો છે
ડૂબતાં વાર કેટલી ?

જાણી જોઈને મૌન બની એ બેસી રહ્યો
બાકી ત્રણ શબ્દો જ છે
કહેવામાં વાર કેટલી ?

આ તો જીદ છે બસ ..
કે ખુશ થઈ સામેથી આપી દે એને
બાકી 'મેહુલ'ને ઝૂંટવી લેતાં વાર કેટલી?

4 comments:

Anonymous said...

જાણી જોઈને મૌન બની એ બેસી રહ્યો
બાકી ત્રણ શબ્દો જ છે
કહેવામાં વાર કેટલી ?


કયા ત્રણ શબ્દો?

Anonymous said...

very good poem

Unknown said...

ખુબ સરશ

TARUN SHAH said...

આ ખરેખર કોઈ ટિપ્પણી નથી. પરંતુ તમ સરિખા સાહિત્યકારો અને ભાવકો સુધી પહોંચવાનો બીજો કોઈ મારગડો ના મળતા કોચવતા મને પણ હિમ્મત કરીને સમાચાર પારેવડાને આંયા ઉડાડયા છે, બાપલા...ખમ્મા કરજો ને કાંય ભૂલચૂક થઈ હોય તો મોટું મન રાખજો મારા વાલા.......!
ઠીક ત્યારે..... લ્યો રામ રામ........ !
પણ આ મારા હેત નોતરાને જાળવી લેજો હોં ને..... !



આનંદ સાથે આપને જણાવવાનું કે "સાહિત્યસેતુ ડોટ કોમ" વેબસાઇટ કાર્યરત થઈ ગઈ છે.
http://sahityasetu.com/ સાહિત્યકારો માટેની એક વિશેષ વેબસાઈટને નિહાળવા આપને મારું અંતરનું આમંત્રણ છે.
જે જે સાહિત્યકાર મિત્રોએ વિગતો મોકલી છે તે મૂકી છે, બીજા જે મિત્રોની વિગતો મળતી જાય છે તે તૈયાર થઈ રહી છે. તમે પણ તમારી તમામ વિગતો તાત્કાલિક મોકલી આપશો જેથી અમો તેને પણ આ વેબસાઇટમાં સમાવી શકીએ.
અપ્રકાશિત રચનાઓને રજૂ કરી લોકો સુધી પહોંચાડવાનું તથા પ્રકાશિત પુસ્તકોને વધુ લોકો સુધી પ્રસારિત કરવાનું એક સરળ માધ્યમ છે "સાહિત્યસેતુ ડોટ કોમ". સાહિત્ય સાથે સાહિત્યકારોને દીર્ઘ-સ્મરણીય બનાવતો આ એક પરિવારિક પ્રયત્ન જ નહીં પણ એક યજ્ઞ છે; જેમાં તમારાં સહકારની ખૂબ જ અપેક્ષા છે.
http://sahityasetu.com/
અહીં રજીસ્ટ્રેશન કરાવનાર સાહિત્યકારોને જાતે પોતાનું પેઇઝ અપડેટ કરવાની વ્યવસ્થા આપવામાં આવશે; જેમાં તેઓ પોતાની રચનાઓને વિવિધ કેટેગરીમાં મૂકી શકશે, પોતાના પ્રકાશીત પુસ્તકોની વિગતો મૂકી શકશે.
http://sahityasetu.com/ દ્વારા પુસ્તકોને વિશેષ વાચકવર્ગ અને તે થકી વિશાળ બઝાર મળે તે માટેનાં પ્રયત્નો થશે.