Friday, June 22, 2007

આવજે.. બા..હું જાઉં છું....

બા..મોટર હોમ ડ્રાઈવિંગ લેશન,ગોલ્ડ કોસ્ટ,ઓસ્ટ્રેલિયા,૨૦૦૬

બા..છાપું વાંચતા..સિડની, ઓસ્ટ્રેલિયા,૨૦૦૬

કેસર ડાર્લિગ,"સ્ટાઈલ બા" સિડની, ઓસ્ટ્રેલિયા,૨૦૦૬



રાહુલ,બા અને હું..અમે કોલેજમાં હતા ત્યારે..અમદાવાદ,૧૯૯૯

મારી બા અત્યારે ૮૬ વર્ષની છે, ગયા વર્ષે તે ઓસ્ટ્રેલિયા આવી ત્યારે પણ નવું જાણવાની,જોવાની અને માણવાની ઉત્સુક્તા હજી પણ એટલી અકબંધ છે, અમે નાના હતા ત્યારથી અત્યારસુધી અમારી સંભાળ લીધી છે અને હજી પણ લે છે,ભલે અમે ત્રણેય અલગ અલગ દેશમાં હોઈએ..!

ક્યાંય બહાર જાય તો 'રોડ ક્રોસ' કરતાં સંભાળજે,
નહીં તો કોઇને સાથે લઈને જજે, એકલી ના જઈશ,
દેરાસરના પગથિયાં ઉતરતાં સંભાળજે,
અને હા..લાકડી અને શાલ લેવાનું ભૂલી ના જતી પાછી..

પાછાં આવતાં 'ફ્રુટ'કે શાક ના ઊંચકાય તો,કાંઈ નહીં,
મમ્મીને ઓફિસે ફોન કરી દેજે,ઓફિસેથી પાછા આવતાં લેતી આવશે..
અને 'વોશિંગ મશીન'માં કપડાં નાખીને,પેલું 'બટન' ૨૦ ઉપર મૂકી દેજે અને..
કપડાં એક-એક કરીને બહાર કાઢજે કાં તો,'રમેશ'ને કહેજે,
નહીંતર પાછું પેટમાં દુઃખશે,અને સાંજે પપ્પા આવીને બોલશે !
'રમેશ' ના આવે તો, વાસણો ભલે પડ્યાં..પછીથી થશે.

સાંભળ, જમ્યા પછી બપોરે ગેસની 'ધોળી' અને
'પેશર'ની 'પીળી' ગોળી લેવાનું ભૂલતી નહીં,
અને સૂતી વખતે બપોરે 'ઈલેક્ટ્રીક કોથળી'થી 'શેક' કરજે..!
તને ખબર છે ને આજે બપોરે 'ટી વી' ઉપર,
જૈન 'ધરમ' નો 'પોગ્રામ' આવવાનો છે?જોવાનું ભૂલતી નહીં,
અને રાત્રે દેરાસરથી વ્હેલી આવી જજે,
તારી પેલી 'સિરિયલ' 'સાંસ ભી કભી બહુથી' આવવાની છે !

જો તારે ગુજરાતી 'સિરિયલ' જોવી હોય તો,
'રિમોટ્'નું નીચેનું 'બટન' છે એ દબાવજે,અને પાછો તારે 'વોલુમ' મોટો જોઈશે..
તો તું તેમાં ડાબી બાજુનું બટન દબાવજે ...હ..ને?
બપોરે પપ્પા ફોન કરશે ટપાલ માટે,
અને મમ્મી 'રમેશ' આવ્યો છે કે નહીં એના માટે તો,સાંજનું જમવાનું પણ પૂછી લે જે..મમ્મીને..

કાંઈ પણ જરુર હોય તો,ઉપરવાળા કાકીના ફ્લેટનાં 'બેલ'ની 'ચાંપ' દબાવજે.
ફ્લેટની જાળીની અંદરથી 'આંકડી' પાડીને રાખજે,કોઈ જાણીતું હોય તો જ ઉઘાડજે..

અને તું 'ચોકઠું' કેમ કાઢી નાખે છે વારે ઘડીએ?
આખો દિવસ પહેરવાની ટેવ પાડ..
હું પછી આવીને પગે 'મુડ' (moov)લગાડી આપીશ
અને પેલું 'રાહુલ'વાળું 'અમેરિકા'નું ક્રિમ પણ લગાડતી રહેજે.

મને પછી ડબ્બામાંથી તેલ કાઢવાનું અને
ઘંટીએથી લોટ લાવવાનું યાદ દેવડાવજે..
કાલે રાત્રે તેં આઈસ્ક્રિમ ન્હોતો ખાધો..
ફ્રિજરમાં છે..બપોરે ઉઠીને ખાઈ લેજે..મસ્ત છે !

કોઈનો ફોન આવે તો નામ-નંબર ખાસ લખી લેજે,
અને અંગ્રેજીમાં બોલે'તો ગુજરાતીમાં બોલવાનું કહેજે..
ચાલ તો ..હું જાઉં છું..
સાંજે દાળ-ઢોકળી કરે'તો 'રાઈ' ઓછી નાખજે ..હને?
અને પાછાં આવતાં મોડું થાય તો રાહ ના જો'તી,
ચિંતા ના કરતી...જાઉં છું...
બા'બાય... "કેસર ડાર્લિંગ" !..............જાળી વાસી દે પહેલાં.

15 comments:

Anonymous said...

બહુ જ મજા આવી ગઇ. જાણે મારી બા જેવી લાગી.

Anonymous said...

યાદ પણ અનરાધારની જેમ વરસી રહી છે.

Anonymous said...

સાચ્ચે જ મજ્જા આવી ગઈ મેહુલ... અને સાથે મારી બા પણ યાદ આવી ગઈ! તારી બાને શત શત પ્રણામ...

Anonymous said...

waaah, vaanchi ne majhaa aavi gai, maari ba yaad aavi gai! Gujarti font ma blogger maa kevi rite lakhaay che?
In any case this was a very beautiful piece, aankh ma aansu aavi gaya...just wow!

Pinki said...

really, mehul i missed my baa..... see everybody loves but u make all realise and can express it's a bigger thing...... ok would i give link for "tara naamma' for my blog 'shabdasha' on independence day my c n friends too become happy http://pinki.gujaratiblogs.com/

Anonymous said...

I lost my Baa last month where I was not with her, I'm really missing her. U remind me her presence.

Thanks !!!!

Anonymous said...

કોઈનો ફોન આવે તો નામ-નંબર ખાસ લખી લેજે,
અને અંગ્રેજીમાં બોલે'તો ગુજરાતીમાં બોલવાનું કહેજે..
ચાલ તો ..હું જાઉં છું..
THAT WHAT BA SAYS!!!!

Anonymous said...

ખરેખર મજા આવી ગઈ.... મળતા રહીશું

અનિમેષ અંતાણી said...

૧૫૦થી વધુ ગુજરાતી બ્લોગ્સ એક ક્લિક વેંતમાં...

આજે જ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો http://tadafadi.wordpress.com/2008/01/16/toolbar તડાફડી ટુલબાર!

Anonymous said...

Nice blog, especially refreshing to see content that appeals to the Gujarati audience. I would like to introduce you to a quick and easy method of typing Gujarati on the Web.
You can try it live on our website, in Gujarati!

http://www.lipikaar.com

Download Lipikaar FREE for using it with your Blog.

No learning required. Start typing complicated words a just a few seconds.

> No keyboard stickers, no pop-up windows.
> No clumsy key strokes, no struggling with English spellings.

Supports 14 other languages!

હરસુખ થાનકી said...

મેહુલભાઇ,
ઘણા બધા લોકોના મનની ભાવનાઓ તમે બહુ સુંદર રીતે વ્યક્ત કરી દીધી છે. એકદમ ટચી છે.

- હરસુખ થાનકી

Anonymous said...

ghanuj saras. aatlu sharp oservation ane a pan atlij sahajtathi kahevama avyu chhe.

Anonymous said...

યાર મેહુલ , મારુ અસ્તિત્વ, રસોડુ અને બા - બધી રચનાઓ જોરદાર છે! તમારી , જીવન ની નાની નાની વાતોમાથી જીવન ની મોટી મોટી વાતો કહી શકવાની ક્ષમતા અદભુત છે. કમાલની વાતો, કમાલનુ જીવન-દર્શન! કૅરી ઓન, બડી!

TARUN SHAH said...

આ ખરેખર કોઈ ટિપ્પણી નથી. પરંતુ તમ સરિખા સાહિત્યકારો અને ભાવકો સુધી પહોંચવાનો બીજો કોઈ મારગડો ના મળતા કોચવતા મને પણ હિમ્મત કરીને સમાચાર પારેવડાને આંયા ઉડાડયા છે, બાપલા...ખમ્મા કરજો ને કાંય ભૂલચૂક થઈ હોય તો મોટું મન રાખજો મારા વાલા.......!
ઠીક ત્યારે..... લ્યો રામ રામ........ !
પણ આ મારા હેત નોતરાને જાળવી લેજો હોં ને..... !



આનંદ સાથે આપને જણાવવાનું કે "સાહિત્યસેતુ ડોટ કોમ" વેબસાઇટ કાર્યરત થઈ ગઈ છે.
http://sahityasetu.com/ સાહિત્યકારો માટેની એક વિશેષ વેબસાઈટને નિહાળવા આપને મારું અંતરનું આમંત્રણ છે.
જે જે સાહિત્યકાર મિત્રોએ વિગતો મોકલી છે તે મૂકી છે, બીજા જે મિત્રોની વિગતો મળતી જાય છે તે તૈયાર થઈ રહી છે. તમે પણ તમારી તમામ વિગતો તાત્કાલિક મોકલી આપશો જેથી અમો તેને પણ આ વેબસાઇટમાં સમાવી શકીએ.
અપ્રકાશિત રચનાઓને રજૂ કરી લોકો સુધી પહોંચાડવાનું તથા પ્રકાશિત પુસ્તકોને વધુ લોકો સુધી પ્રસારિત કરવાનું એક સરળ માધ્યમ છે "સાહિત્યસેતુ ડોટ કોમ". સાહિત્ય સાથે સાહિત્યકારોને દીર્ઘ-સ્મરણીય બનાવતો આ એક પરિવારિક પ્રયત્ન જ નહીં પણ એક યજ્ઞ છે; જેમાં તમારાં સહકારની ખૂબ જ અપેક્ષા છે.
http://sahityasetu.com/
અહીં રજીસ્ટ્રેશન કરાવનાર સાહિત્યકારોને જાતે પોતાનું પેઇઝ અપડેટ કરવાની વ્યવસ્થા આપવામાં આવશે; જેમાં તેઓ પોતાની રચનાઓને વિવિધ કેટેગરીમાં મૂકી શકશે, પોતાના પ્રકાશીત પુસ્તકોની વિગતો મૂકી શકશે.
http://sahityasetu.com/ દ્વારા પુસ્તકોને વિશેષ વાચકવર્ગ અને તે થકી વિશાળ બઝાર મળે તે માટેનાં પ્રયત્નો થશે.


Gujju tech said...

ખુબસ સરસ