છલોછલ જંગલમાં કિરણોની પગદંડી ઉપરતરુનાં પગલાં ક્યાં કદી ભૂંસી શકાય છે?સમય ને ક્ષણના સોય-દોરાથીઆ દિલનાં ઘાવ ક્યાં કદી સાંધી શકાય છે?વજ્ર હોય શરીર ને, હોય પત્થરની કીકીતોય ઊર્મિઓના આવેગ અને પ્રેમનાં આંસુક્યાં કદી રોકી શકાય છે?એક નજરમાં લાગે કે બધું સમજી ગયા તમેજરા બીજીવાર નજર મિલાવજોસ્ત્રીના મનને ક્યાં કદી કળી શકાય છે?શું તારે મહત્ત્વાકાંક્ષાના આકાશમાંઇચ્છાઓના તારા તોડવા છે?માફ કરજે દોસ્ત,કલ્પનાઓની પાંખો લઇનેક્યાં કદી ઊડી શકાય છે?લ્યો આ રહ્યું ફૂલને તેની ઉપરનું ઝાંકળયાદ આવી ગયું જે કશુંક 'મેહુલ'તે ક્યાં કદી ભૂલી શકાય છે?
Tuesday, November 21, 2006
ક્યાં કદી ભૂલી શકાય છે?
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
છલોછલ જંગલમાં કિરણોની પગદંડી ઉપર
તરુનાં પગલાં ક્યાં કદી ભૂંસી શકાય છે?
આ પંક્તિ ન સમજાઇ . સમજાવશો? મારો ઇમેઇલ
sbjani2004@yahoo.com
Post a Comment