Friday, November 24, 2006

અધૂરાં

મારી ઈઝલ ને કોરું કેનવાસ મૌન થઈ ગયાં
એકસાથે વળગી પડ્યાં એ ચિત્રો અધૂરાં

આટલી તો શાંતિ નહોતી કદી મારા રુમમાં
લાગે છે રહી ગયા કો'કનાં ગીત અધૂરાં

ખાલી નથી આ રુમ,જુઓને પોસ્ટર્સ,બુક્સ,સીડી
તોય મન ઝઝૂમી રહ્યું છે
ભરવાને કેટલાંક રિક્ત સ્થાન અધૂરાં

જોતાવેંત ગમી જાય એ કાર્ટૂન્સ
ધોળા દેખાય છે સાવ
બાકી રહ્યા ગયા જાણે ભરવાને રંગ અધૂરાં

કેટલો સિફતથી છટકી ગયો હું
પાછળ વળીને જોયું પણ નહીં
તોડવાને બાકી રહી ગયા છે..કેટલાંક સંબંધો અધૂરાં..

મિત્રો,સ્વજનો ચોતરફ છે મારી આજે
કાલે છું એકલો
ગુમાવવું જ રહ્યું કંઈક 'મેહુલ' તારે..
મેળવવાને કેટલાંક સપનાં અધૂરાં.... !

6 comments:

વિવેક said...

મેહુલભાઈ,


બીડેલી પાંપણમાં એક સપનું જેમ અચાનક આવી ચડે એ રીતે તમારો બ્લોગ અચાનક મારા હાથમાં આવી ચડ્યો...

ઘણી સરસ તાજગીસભર કવિતાઓ છે... અભિનંદન... મારા બ્લોગ પર ગુજરાતી સાહિત્ય જગતમાં આપના બ્લોગની લિન્ક જોડી દીધી છે... ગુજરાતી બ્લોગ વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત... અને શુભેચ્છાઓ...

Anonymous said...

hi

Anonymous said...

Excellant

Anonymous said...

u sure are a good artist and from ur poems i can say for sure, u are a much better human being.
- ashani

At The Feet Of SAIBABA said...

fantastic mehulji -you write with so much depth and passion and truth!
swami avdhootananda

At The Feet Of SAIBABA said...

mehulji,you write with so much depth,truth and passion ,keep it up ,you are giving unheard words to many hearts !may god bless you

swamiji