બા, હવે કદી નહીં માંગુ રોજ,
તારી પાસે દસ રુપિયા...
એ દાબેલીની લારી છોડી
હું ' બર્ગર કિંગ' ના વેલ પેક્ડ બર્ગર ખાતો થયો છું.
મમ્મી, હવે તને કદી ગુસ્સો નહીં આવે મારી ઉપર,
તારી સાડીનો છેડો છોડી
હું સ્મુધ ટીસ્યુ પેપરથી મોં લૂછતો થયો છું.
પપ્પા, હવે તમને પણ કદી ફરિયાદ નહીં રહે
મારી ભુલી જવાની આદતથી...
હવે હું i-Paq વાપરતો થયો છું.
ભાઈ, તને હવે કદી ડિસ્ટર્બ નહીં કરું મોટેથી વાંચીને
દૂર રહ્યે હું મનમાં જ બોલતાં
અને સમજતાં શીખતો થયો છું.
મિત્રો, હવે તમને કદી ખોટું નહીં લાગે મારી વાતોથી
વખત આવ્યે હું ' થેંક્યું' અને 'સોરી' ના મલ્હમ વાપરતો થયો છું.
પપ્પા-મમ્મી, હવે કદી નહીં મળે તમને તમારો 'મેહુ' ,
હવે હું ચહેરાં બદલતો થયો છું
હવે હું 'નકલી' થઈ ગયો છું
નહીં, હવે કદી નહીં મળે તમારો 'મેહુ' !
Saturday, November 18, 2006
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ખૂબ જ સુંદર રચનાઓનો બ્લોગ છે... અભિનંદન મેહુલ!
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત...
'સહિયારું સર્જન' બ્લોગનાં આપેલાં વિષયો પર કંઇક લખી ત્યાં ભાગ લેવાનું તમને આમત્રંણ છે!
Please visit...
www.urmi.wordpress.com
www.sarjansahiyaaru.wordpress.com
મેં પણ બધાને હેરાન કર્યા છે, ક્યારેક અજાણાતાં અને ક્યારેક જાણી જોઇને, એ વિચારે કે, એ બધુ મમ્મીને એક્લા રહેવાનો સધીયારો આપશે અને એ બધુ યાદ કરતાં એ હસશે. એવું લાગે છે કે એનું હસવું ફક્ત ત્યાં અટકશે નહીં, એટલે ક્યારેક કરેલાં તોફાનો પર પસ્તાવો થાય છે.
તમે આટલી સરસ કવિતાઓ લખો છો એ જાણી આનંદ થયો!
Post a Comment