Wednesday, November 22, 2006

અત્યારે હું શું છું ?

કદીક મિનાર બનાવતો આકાશને આંબતો,
તો કદીક દરિયાનાં મોજામાં મારી હોડી અફળાવતો ...
ખોવાઈ જતો પરીઓનાં મહેલની વાર્તામાં,
ઊડતો જતો બસ કોઇકને સાથે લેતો..

કદીક ચાળતો સૂરજના તડકાને મારા પ્રિઝ્મથી
ને કદીક પલળી પાણી થઇ સુકાઇ જતો..

ભેગા કરતો પીંછા મારા બાગમાંથી
એમ જ સંઘરી રાખતો .. વારેઘડીએ જોતો રહેતો..

ખોટી કાચની બુટ્ટી - બંગડીને ખજાનો સમજી
જમીનમાં સંતાડી રાખતો...
તો કદીક છાપાનાં ટુકડાની નોટો બનાવી દુકાન ચલાવતો..

ડાળીઓ તોડવા કઠિયારો બનતો અને
ઘર બનાવી લીધા પછી હું જ ઘરનો માલિક બનતો..

પાણી મેળવવા કૂવો'ય ખોદતો
ને હોજથી 'મારું' ઘર વૈભવી બનાવતો....

હું જ હતો એંજિનીયર ને હું જ હતો વેપારી,
હું જ હતો દર્દી ને હું જ હતો ડૉક્ટર

અને અત્યારે હું શું છું ? કદાચ......

1 comment:

Anonymous said...

મને ત્રેંસઠ વર્ષે એ ખોવાયેલી મિલ્કતનો અને પોતાની સુલ્તનતના સ્વામી હોવાનો ભાવ મળ્યો છે.
વાંચો મારી કવિતા
http://kaavyasoor.wordpress.com/2006/07/04/chaar_varshanaa/

તમે આ ફિલસુફી જીવનમાં અપનાવો તો મારા કરતાં ઘણા વ્હેલા એ ભાવજગતને પામી શકશો.