ઈચ્છાઓને ક્યાં થોભ હોય છે?
હદ એની માત્ર, જમીનથી આભ છે..
ક્યારેક ખીલે છે, ક્યારેક મુરજાય છે,
આખરે દિલનાં ઓરડામાં જ પુરાય છે...
સાચું કે એ મારી છે
ફરક માત્ર એટલો કે
એ બીજા નામથી ઓળખાય છે.
દિવસભર તો એ લાકડાનું ઘર બંધાય છે
નહીં માનો તમે , રાત્રે એનું જ તાપણું થાય છે.
કીકીમાં મારી કાચનાં મહેલો કંડારાય છે,
રોજ ચોળું છું મારી આંખો
તૂટેલી કરચો ખૂંચાય છે.
ઈચ્છાઓને ક્યાં થોભ હોય છે,
આજ હોય છે ને કાલે બદલાય છે
"મેહુલ"ને કહો કે...
એ ખોટેખોટો હરખાય છે.
હદ એની માત્ર, જમીનથી આભ છે..
ક્યારેક ખીલે છે, ક્યારેક મુરજાય છે,
આખરે દિલનાં ઓરડામાં જ પુરાય છે...
સાચું કે એ મારી છે
ફરક માત્ર એટલો કે
એ બીજા નામથી ઓળખાય છે.
દિવસભર તો એ લાકડાનું ઘર બંધાય છે
નહીં માનો તમે , રાત્રે એનું જ તાપણું થાય છે.
કીકીમાં મારી કાચનાં મહેલો કંડારાય છે,
રોજ ચોળું છું મારી આંખો
તૂટેલી કરચો ખૂંચાય છે.
ઈચ્છાઓને ક્યાં થોભ હોય છે,
આજ હોય છે ને કાલે બદલાય છે
"મેહુલ"ને કહો કે...
એ ખોટેખોટો હરખાય છે.
3 comments:
બહુ જ સરસ લખો છો તમે. પહેલી જ વાર તમારો બ્લોગ જોયો. સિડનીની વાત ટેક્ષાસ પહોંચી ગ ઇ! આઇ .ટી. વાળાનો આભાર .
મારા બ્લોગ પણ વાંચશો, તમને ગુજરાતી સર્જકને મજા આવશે.
https://sureshbjani.wordpress.com/
http://gujpratibha.wordpress.com/
http://antarnivani.wordpress.com/
http://dhavalrajgeera.wordpress.com/
મારું એડ્રેસ
sbjani2004@yahoo.com
GOOD WORK.
KEEP WRITING AND BUSY GUJARATI READERS AND BLOGERS ON INTERNET SURFING.
Hi thaanks for sharing this
Post a Comment