Monday, December 04, 2006

દોસ્તાર

હોય એ દિવસો સબમીશનના કે હોય પછી એક્ઝામ્સની તૈયારીના
હસી લેતાં'તા સાથે આટલા બધાં ટેન્શનમાં
આમ તો ઘડીભરની નવરાશ નહોતી ને,
દિવસો નીકળી જાતા'તા આમ ... જલ્સા-પાર્ટીઓમાં !

મળવાના ટાઈમ ફિક્સ થતા'તા સવાર-સાંજ જ્યાં ફોનમાં
હવે કોને કહું એ લફરાઓ બધાં
ભભરાવીને મીઠું-મરચું સાથમાં ?
ચલાવવાને મળશે શું સાથે બેસીને બાઈક ફુલ-સ્પીડમાં?
ને છોકરીની મશ્કરી કરતાં..

મળશે ક્યાં એ જવાબ મારા હાથને તારી તાળીમાં ...
બસ, હાંકે જતો'તો સાથે પેઈન્ટિંગ્સ કરતાં કે ગીતો સાંભળતાં
નહોતું કંઈ તથ્ય વાતોમાંને છતાંય સહન કરતો'તો બધું
હસીને તું મનમાં ને મનમાં !

વાતો થતી હતી જ્યાં ઈશારા ને ગાળોમાં
મળશે ક્યાં એ છલકતી મસ્તી, હતી જે 'પેલી' આંખોમાં !
તું જ હતો જે જાણતો હતો કે મેહુલ છે કેટલામાં..
વર્ષો વીત્યાંને હજીય તું પણ એવો જ છે મારી નજરમાં

મળી જશે મિત્રો અનેક આ સફરમાં
રસ્તો જોવાનો યાર તારો
મેહુલ આ સફરમાં !

(મારા દોસ્ત વિમલ પટેલ (ટોરન્ટો,કેનેડા) ને અર્પિત...)

8 comments:

સુરેશ જાની said...

અરે સિડની વાસી ! આ ડોસો હજુ 63 વર્ષનો બાળક છે, અને ડલાસ વાસી હોવા છતાં દિલથી અમદાવાદી છે.
'જો બાત ગઇ સો બીત ગઇ.'
હરિવંશરાય બચ્ચનની આ સરસ કવિતા લયસ્તરો પર વાંચ્જે , મઝા આવશે.

Vimalkumar said...

duniya akhine hasto chehro game
Dukh na topla koi nai uchke.
kyarek jaam chhalkavine, mushayro karishu.

Hiral said...

very nice poem. remineded me about my collage days.

pranav said...

nice poem buddy..keep it up..

pranav said...

nice poem buddy..keep it up..

pravina Avinash Kadakia said...

Good about FRIENDS>
' friends are foe ever.

sohil Lakhani said...

Very Nice Mehul Excellent

TARUN SHAH said...

આ ખરેખર કોઈ ટિપ્પણી નથી. પરંતુ તમ સરિખા સાહિત્યકારો અને ભાવકો સુધી પહોંચવાનો બીજો કોઈ મારગડો ના મળતા કોચવતા મને પણ હિમ્મત કરીને સમાચાર પારેવડાને આંયા ઉડાડયા છે, બાપલા...ખમ્મા કરજો ને કાંય ભૂલચૂક થઈ હોય તો મોટું મન રાખજો મારા વાલા.......!
ઠીક ત્યારે..... લ્યો રામ રામ........ !
પણ આ મારા હેત નોતરાને જાળવી લેજો હોં ને..... !આનંદ સાથે આપને જણાવવાનું કે "સાહિત્યસેતુ ડોટ કોમ" વેબસાઇટ કાર્યરત થઈ ગઈ છે.
http://sahityasetu.com/ સાહિત્યકારો માટેની એક વિશેષ વેબસાઈટને નિહાળવા આપને મારું અંતરનું આમંત્રણ છે.
જે જે સાહિત્યકાર મિત્રોએ વિગતો મોકલી છે તે મૂકી છે, બીજા જે મિત્રોની વિગતો મળતી જાય છે તે તૈયાર થઈ રહી છે. તમે પણ તમારી તમામ વિગતો તાત્કાલિક મોકલી આપશો જેથી અમો તેને પણ આ વેબસાઇટમાં સમાવી શકીએ.
અપ્રકાશિત રચનાઓને રજૂ કરી લોકો સુધી પહોંચાડવાનું તથા પ્રકાશિત પુસ્તકોને વધુ લોકો સુધી પ્રસારિત કરવાનું એક સરળ માધ્યમ છે "સાહિત્યસેતુ ડોટ કોમ". સાહિત્ય સાથે સાહિત્યકારોને દીર્ઘ-સ્મરણીય બનાવતો આ એક પરિવારિક પ્રયત્ન જ નહીં પણ એક યજ્ઞ છે; જેમાં તમારાં સહકારની ખૂબ જ અપેક્ષા છે.
http://sahityasetu.com/
અહીં રજીસ્ટ્રેશન કરાવનાર સાહિત્યકારોને જાતે પોતાનું પેઇઝ અપડેટ કરવાની વ્યવસ્થા આપવામાં આવશે; જેમાં તેઓ પોતાની રચનાઓને વિવિધ કેટેગરીમાં મૂકી શકશે, પોતાના પ્રકાશીત પુસ્તકોની વિગતો મૂકી શકશે.
http://sahityasetu.com/ દ્વારા પુસ્તકોને વિશેષ વાચકવર્ગ અને તે થકી વિશાળ બઝાર મળે તે માટેનાં પ્રયત્નો થશે.